ડોડોમાઃ ટાન્ઝાનિયાના નવનિયુક્ત પ્રમુખ સામીઆ સુલુહુની ઉપસ્થિતિમાં ડો. ફિલીપ મ્પેન્ગોએ ટાન્ઝાનિયાના ઉપ-પ્રમુખ તરીકે શપથ લીધા હતા. ડોડોમાના ચામ્વીનોમાં સ્ટેટ હાઉસ ખાતે આ શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. તેઓ અગાઉ ટાન્ઝાનિયા રેવન્યુ ઓથોરિટીના એક્ટીંગ કમિશનર જનરલ તથા પ્રેસિડેન્ટની ઓફિસ (પ્લાનિંગ કમિશન)માં એક્ઝિક્યુટિવ સેક્રેટરી તરીકે રહી ચૂક્યા છે.
અગાઉ ઉપ – પ્રમુખપદે રહેલા સામીઆ સુલુહુએ સ્વ. પ્રમુખ માગુફલીનું અવસાન થતાં પ્રમુખપદ સંભાળતા મ્પેન્ગો તેમના સ્થાને ઉપ – પ્રમુખ બન્યા હતા. પ્રમુખ સુલુહુએ મ્પેન્ગોના નામની દરખાસ્ત મૂકતાં ૩૬૩ સાંસદોએ તેને બહાલી આપી હતી. અગાઉ તેમણે મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ એન્ડ ઈકોનોમિક અફેર્સમાં ડેપ્યૂટી પરમેનન્ટ સેક્રેટરી તરીકે તથા ઈકોનોમિક અફેર્સમાં સ્વ. પ્રમુખ માગુફલીવા પર્સનલ આસિસટન્ટ તરીકે કામ કર્યું હતું. સ્વ. પ્રમુખ માગુફલીએ તેમની બીજી ટર્મ દરમિયાન જેમની ફેરનિમણૂક કરી હતી તેમાં મ્પેન્ગોનો સમાવેશ થાય છે.