અબુજાઃ નાઈજિરિયન સરકાર તેના ૨૦૨૧ના રાષ્ટ્રીય બજેટના ખર્ચને પહોંચી વળવા માટે પાંચ વિભાગની ૩૬ પ્રોપર્ટી વેચવાનું આયોજન કરી રહી છે તેમાં ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના ૮ પ્રોજેક્ટ, ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂશન્સ એન્ડ નેચરલ રિસોર્સિસ ડિપાર્ટમેન્ટના છ પ્રોજેક્ટ, એનર્જી ડિપાર્ટમેન્ટના ૯ પ્રોજેક્ટ જ્યારે ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂશન્સ એન્ડ નેચરલ રિસોર્સિસ ડિપાર્ટમેન્ટના છ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટ જાન્યુઆરી ૨૦૨૧ અને નવેમ્બર ૨૦૨૨ વચ્ચે શરૂ થવાની અથવા તેનું વેચાણ થવાની શક્યતા છે. આ વેચાણ અથવા કન્સેશન માટે જે પ્રોપર્ટીઓનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં અબુજા એનવાયર્નમેન્ટલ પ્રોટેક્શન બોર્ડ (AEPB), અબુજા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (ICC) કેટલીક રિફાઇનરીઝ, ટ્રાન્સમિશન કંપની ઓફ નાઈજિરિયા (TCN), અબુજા વોટર બોર્ડ નાઈજિરિયન ફિલ્મ કોર્પોરેશન અને અન્યનો તેમાં સમાવેશ થાય છે. આ તમામ ટ્રાન્સફર માટે અલગ-અલગ શરતો રહેશે. કેટલાકમાં શેરનું વેચાણ થશે જ્યારે કેટલીક કંપનીઓમાં કન્સેશન અપાશે જ્યારે અન્યનું આંશિક અથવા સંપૂર્ણ રીતે કોમર્શિયલાઈઝેશન કરવામાં આવશે.
નાઈજિરિયાના બ્યુરો ઓફ પબ્લિક એન્ટરપ્રાઇસ દ્વારા જણાવાયું હતું કે આ ઈન્વેસ્ટરોમાં વ્યક્તિ, કંપની, નાઈજિરિયન અથવા વિદેશી નાગરિકો હોઈ શકે. નાઈજિરિયાના ૨૦૨૧ ના બજેટમાં ૧.૩ બિલિયન ડોલરની ટ્રાન્સફરને મંજૂરી આપવામાં આવી છે અને ૮.૬૫ બિલિયન ડોલર ડેટ સર્વિસ માટે મંજૂર કરાયા છે. વેસ્ટ આફ્રિકાના આ દેશે તેના ફાઇનાન્સ મિનિસ્ટર ઝૈનબ એહમદ દ્વારા જણાવ્યું હતું કે નાઈજિરિયા સ્થાનિક અને વિદેશી સ્રોતો પાસેથી ૧૪.૬૯ બિલિયન ડોલર ઉછીના લેવા ઈચ્છે છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ વર્લ્ડ બેંક, ઈસ્લામિક ડેવલપમેન્ટ બેંક અને બ્રાઝિલ જેવા દેશો પાસેથી નાણાં ઉછીના લેશે.