નાઈરોબીઃ એક પોલીસ ઓફિસરે ગુરુવાર 13 જૂને માકાડારા લો કોર્ટ્સમાં મેજિસ્ટ્રેટ મોનિકા કિવુટી પર ગોળીબાર કરતા મેજિસ્ટ્રેટને ઈજા પહોંચી હતી. મેજિસ્ટ્રેટે પોલીસ ઓફિસરની પત્નીને જામીન આપવાનો ઈનકાર કરતા પોલીસ ઓફિસરે તેમની છાતી અને નિતંબ પર ગોળી ચલાવી હતી. આ પછી, અન્ય પોલીસ ઓફિસરો સાથે શૂટઆઉટમાં હુમલાખોરને ઠાર કરાયો હતો.
આ ઘટનામાં મેજિસ્ટ્રેટ કિવુટી અને અન્ય ત્રણ પોલીસ ઓફિસરોને ઈજા પહોંચી હતી અને સારવાર પછી તેમની હાલત સ્થિર હોવાના અહેવાલ છે. ચીફ જસ્ટિસ માર્થા કૂમેએ તમામ કોર્ટ્સમાં સુરક્ષા વધારવા આદેશ આપ્યો હતો. હુમલાખોર અધિકારીની પત્નીએ ખોટી ઓળખના આધારે 2.9 મિલિયન કેન્યન શિલિંગ્સ (22,700 ડોલર) મેળવવાનો ગુનો કબૂલ કરી લીધો હતો.