નાઈરોબીઃ કેન્યા અને મલાવીની સંખ્યાબંધ મહિલાઓએ કરેલા માનવ અધિકાર ભંગ અને દુષ્કર્મના આરોપોના કાનૂની દાવાની પતાવટ માટે યુકેની કંપની કેમેલિયા ગ્રૂપ સંમત થયું હતું. ફાર્મના ગાર્ડ્સ પર હત્યા, દુષ્કર્મ અને અન્ય સ્વરૂપે જાતીય હિંસા સાથે અત્યાચાર ગુજાર્યો હોવાનો આરોપ છે.
ચા અને એવોકાડોનું ઉત્પાદન કરતી કંપની મેકેડેમિયાએ મધ્ય કેન્યામાં મુરાંગા અને મલાવીના મુલાન્જે તથા થ્યોલો જીલ્લાની ૮૫ મહિલાઓને કુલ ૯.૭ મિલિયન ડોલર ચૂકવ્યા હતા.
કંપનીના ૧૧ ફેબ્રુઆરીના નિવેદનમાં જણાવાયું હતું કે ૨૦૨૦ના જાન્યુઆરીમાં કેમેલિયાએ જાહેરાત કરી હતી કે તે અને યુકેની સબસિડિયરી કંપનીઓ સામે તેના કેન્યામાં કાકૂઝી અને મલાવીમાં EPMઆફ્રિકન ઓપરેશન્સ માટે કાનૂની દાવા થયા હતા. કેમેલિયાએ કેન્યન દાવા પેટે ૪.૬ મિલિયન ડોલર અને મલાવીયન દાવા પેટે ૨.૩ મિલિયન ડોલર ચૂકવીને તેની પતાવટ કરી હતી.