કમ્પાલાઃ NBS/NTVના ભૂતપૂર્વ પત્રકાર ડીન લુબોવા સાવાની નિંદાત્મક વાતચીત, સાયબર હેરાનગતિ અને બ્લેકમેઈલ કરવા બદલ ધરપકડ કરાઈ હોવાનું પોલીસ સીઆઈડી પ્રવક્તા ચાર્લ્સ ટ્વાઈને જણાવ્યું હતું. આ પહેલી વખત બન્યું હોય તેવું નથી.
૨૦૧૮ માં સાવાની ગ્લોબલ સ્કીલ્સ ઈન્ટરનેશનલ 'કંપની' સામે નકલી ઓળખ દ્વારા નાણાં મેળવવા અને માનવ હેરાફેરીની પોલીસ સમક્ષ નોંધાયેલી ૩૭ ફરિયાદો પછી ધરપકડ કરાઈ હતી. તેણે નિર્દોષ લોકો સાથે sh૧૨૬ મિલિયનની ઠગાઈ કરી હતી અને તેમને મીડલ ઈસ્ટ મોકલ્યા હતા. ત્યાં તેમને દેહવ્યાપાર સિવાય કોઈ જોબ મળી ન હતી.
ગયા અઠવાડિયે બિલિયોનેર સુધીર રૂપારેલિયા પર પ્રહારો કરતો તેનો વીડિયો યુ ટ્યૂબ ચેનલ પર પ્રસારિત થયા પછી તેની ધરપકડ કરાઈ હતી. સાવા તેની યુ ટ્યુબ ચેનલ પર ડો. હિલ્ડરમેન સહિત કેટલાંક અગ્રણીઓને સંડોવતી સ્ટોરી પ્રસારિત કરે છે.