કમ્પાલાઃ પ્રમુખ યોવેરી મુસેવેનીએ તેમની ભ્રષ્ટાચાર સામેની લડતમાં જોડાવા રાજકીય નેતાઓને અનુરોધ કર્યો હતો. ક્યાન્ક્વાન્ઝીમાં NRMના ચૂંટાયેલા સાંસદો સમક્ષ ભ્રષ્ટાચાર અંગે ડો. રમાદાન ગ્ગુબીએ રજૂ કરેલા પેપર અંગે પ્રતિક્રિયામાં મુસેવેનીએ ઉમેર્યું કે આ કામગીરી સાંસદો અને સ્થાનિક સરકારના નેતાઓની છે, કારણ કે તેઓ લોકો સાથે સીધી રીતે સંકળાયેલા હોય છે. જ્યારે પરમેનન્ટ સેક્રેટરી જેવી વ્યક્તિઓને સામાન્ય પ્રજા સાથે સીધો સંપર્ક હોતો નથી. તેમણે ઉમેર્યું કે સરકારી નાણાંની ગેરરીતિ થાય ત્યારે મતદારોને ભોગવવાનું આવે છે. તેથી ભ્રષ્ટાચાર સામે સક્રિય રીતે લડતા સાંસદોને નાણાં ખર્ચ્યા વિના લોકપ્રિયતા મળે છે.