માપુટોઃ મોઝામ્બિકના માનિકાના ચીમોઈયા પ્રાંતમાં ખનીજ તત્વોનું ગેરકાયદે ખનન જીવનનિર્વાહનો એક મુખ્ય સ્રોત છે. આ કામગીરીમાં બાળકોનું શોષણ કરાય છે. પરિવારના સભ્યો નાનપણથી જ બાળકોને ગેરિમ્પોમાં તાલીમ આપે છે. તેમાંના ઘણાં બાળકોની સ્કૂલે જવાની શક્યતા જ રહેતી નથી.
સત્તાવાર માહિતી પ્રમાણે વિદેશીઓ અને ખાસ કરીને ટાન્ઝાનિયન અને થાઈ લોકો કિંમતી પથ્થરોનો ગેરકાયદે વ્યાપાર કરે છે. જમીનથી ૮૦ મીટર નીચે કિંમતી અને અર્ધકિંમતી પથ્થરોની શોધખોળ કોઈપણ સલામતી વગર કરવાની હોય છે. તેમનું કહેવું છે કે મિનરલ રિસોર્સિસ મિનિસ્ટ્રીએ આ પ્રદેશમાં ખાણકામ પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, ગેરકાયદે ખાણકામ ચાલુ છે, કારણ કે તેના વગર તેમનું ગુજરાન ચાલે તેમ નથી. આ માર્કેટમાં તેઓ અર્ધકિંમતી પથ્થરો કિંમતમાં બાંધછોડ કરીને વેચે છે અથવા તેના બદલામાં જરૂરી ચીજવસ્તુઓ લે છે.
છ વર્ષનો નેલીટો તેના કાકાની સાથે કામે જતો હતો. તેણે તેના પરિવાર અને મિત્રોને ત્યાં જ મરતા જોયા છે. તેણે કહ્યું, ' મેં ખાણમાં નીચે દરરોજ કરતાં વધારે લોકો જોયા તેઓ મદદ માગતા હતા. ત્રણ દિવસ પહેલા મારા એક કાકાનું મૃત્યુ થયું. હું ત્યાં શ્વાસ લઈ શકતો નથી. મને પ્લાસ્ટિકની બેગ જોઈએ અને શ્વાસ લઈ શકું તે માટે તેમાં હવા ભરું છું.'
મુન્હેના માઈનર્સ એસોસિએશનના સેક્રેટરી નોય બર્નાર્ડોએ જણાવ્યું કે તેઓ દસ લોકોનું ગ્રૂપ બનાવીને કામ કરે છે. અત્યારે દસ લોકો અઠવાડિયે ૨૦થી ૨૫ ગ્રામનું કામ કરે છે. અગાઉ બધું સરખું હતું ત્યારે ૮૦૦ ગ્રામનું કામ થતું હતું.