કમ્પાલાઃ કોવિડ-૧૯ મહામારીની અકલ્પનીય અસરને લીધે યુગાન્ડામાં બાળકો શોષણયુક્ત અને જોખમી બાળમજૂરી તરફ ધકેલાઈ રહ્યા હોવાનું હ્યુમન રાઈટ્સ વોચ અને ઈનિશિયેટિવ ફોર સોશિયલ એન્ડ ઈકોનોમિક રાઈટ્સ (ISER) એ જણાવ્યું હતું. ઘણાં બાળકોને એવું લાગે છે કે પરિવારોની આજીવિકા ચાલુ રહે તેમાં મદદરૂપ થવા માટે કામ કરા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નથી. પરંતુ, બાળ મજૂરીમાં થયેલો વધારો મહામારીનું અનિવાર્ય પરિણામ નથી.
ISERના પ્રોગ્રામ્સ ડિરેક્ટર એન્જેલા નેબ્વોવે કસુલેએ જણાવ્યું કે મહામારીની યુગાન્ડાના પરિવારો પર ભારે અસર થઈ છે અને બાળકોને શોષણ થાય તેવું કામ કરવાની ફરજ પડી છે. સરકારે તાત્કાલિક બાળકોને જોખમી સ્થિતિમાંથી બહાર કાઢીને પરિવારોને રોકડ સહાય વધારવી જોઈએ.
બંધ સ્કૂલો અને સરકારની અપૂરતી સહાયની સાથે કોવિડ-૧૯ મહામારીની અકલ્પનીય અસર બાળકોને આ પ્રકારની કામગીરી તરફ દોરી જતી હોવાનું HRW અને ISER એ આગામી ૧૨ જૂને વિશ્વ બાળમજૂરી વિરોધ દિન અગાઉ પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં જણાવ્યું હતું.
બાળ અધિકારોના રક્ષણ અને બાળમજૂરીનો આશ્રય લીધા વિના પરિવારો પૂરતું જીવનધોરણ જાળવી શકે તે માટે યુગાન્ડા સરકાર અને દાતાઓએ કેશ અલાઉન્સને પ્રાથમિકતા આપવી જોઈએ.
ઘાના, નેપાળ અનેયુગાન્ડામાં કામ કરતા ઓછામાં ઓછી ૮ વર્ષની વયના ૮૧ બાળકો અને યુગાન્ડામાં ગોલ્ડ માઈન, સ્ટોન ક્વોરી, ફિશરીઝ, કૃષિ, બાંધકામ અને શેરીમાં વસ્તુઓ વેચતાં ૯થી ૧૬ વર્ષની વયના ૩૨ બાળકોના ઈન્ટરવ્યૂ પર આધારિત ૬૯ પાનાનો "'I Must Work to Eat': Covid-19, Poverty, and Child labor in Ghana, Nepal, and Uganda" રિપોર્ટ યુગાન્ડાના
હ્યુમન રાઈટ્સ વોચ અને ISER તથા ઘાનાના ફ્રેન્ડ્ઝ ઓફ નેશન દ્વારા સહપ્રકાશિત થયો હતો.
તેમાં કોવિડ-૧૯ મહામારી દરમિયાન બાળમજૂરી અને ગરીબીમાં વધારો અને બાળકોના અધિકારો પર મહામારીની અસરનો અભ્યાસ કરાયો છે. કોવિડ-૧૯ મહામારી અને તેને સંબંધિત લોકડાઉનને લીધે પેરન્ટ્સે જોબ અથવા આવક ગુમાવી દીધા પછી નજીવા વેતન માટે કલાકો સુધી બાળકો કામ કરતા હોવાનુ વર્ણન છે. ઘણાં બાળકોએ જોખમી વર્કિંગ કન્ડીશન્સ અને કેટલાંકે હિંસા, હેરાનગતિ અને વેતન ન ચૂકવાતો હોવાનું જણાવ્યું હતું.