કમ્પાલાઃ યુગાન્ડાના વિપક્ષના નેતા રોબર્ટ ક્યાગુલાન્યી ઉર્ફે બોબી વાઈને જણાવ્યું હતુ કે ૧૪ જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણી પછી યુગાન્ડામાં માનવ અધિકારની પરિસ્થિતિ બગડી ગઈ છે. આફ્રિકા ન્યૂઝ સાથેની મુલાકાતમાં તેમણે ઉમેર્યું કે સૌ પ્રથમ તો મુસેવેનીની શપથવિધિ ગેરકાયદેસર હતી. તેઓ ન્યાયસંગત પ્રમુખ નથી અને અમે વિરોધપક્ષ નથી.
તેમણે ઉમેર્યું કે ઘણી વખત અમે ક્હયું છે કે મુક્ત અને લોકશાહી યુગાન્ડાની અમારી લડત માટે અમે દરેક તક અને સ્થિતિનો ઉપયોગ કરીશું. તે સંદર્ભમાં જ અમારા નેતૃત્વે પાર્લામેન્ટમાં તે હોદ્દા સંભાળવાનો નિર્ણય લીધો હતો. તેનો ઉપયોગ સ્વાતંત્ર્ય અને લોકશાહીની તરફેણ માટે કરાશે. તેમણે ઉમેર્યું કે યુગાન્ડાના લોકોને આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી છેતરાયા હોવાની લાગણી થાય છે. દરેકને સ્પષ્ટપણે લાગે છે કે જનરલ મુસેવેનીને પશ્ચિમ તરફથી ફંડ મળે છે અને તેનો ઉપયોગ યુગાન્ડાના લોકોના દમનમાં અને તેમની હત્યામાં થાય છે