કિગાલીઃ રવાન્ડામાં 15 જુલાઈએ જનરલ ઈલેક્શન યોજાઈ રહ્યું છે ત્યારે પ્રમુખપદ માટે વર્તમાન પ્રેસિડેન્ટ પૌલ કાગામે સહિત કુલ નવ ઉમેદવાર મેદાનમાં હોવાનું રવાન્ડા નેશનલ ઈલેક્ટોરલ કમિશને જણાવ્યું છે. રવાન્ડન પેટ્રિઓટિક ફ્રન્ટના વડા કાગામે 23 વર્ષથી રવાન્ડાના પ્રમુખ છે. તેમની સામે મુખ્ય ઉમેદવાર વિપક્ષ ડેમોક્રેટિક ગ્રીન પાર્ટી ઓફ રવાન્ડાના ફ્રાન્ક હાબિનેઝા અને સ્વતંત્ર ઉમેદવાર ફિલિપ્પે એમપાયીનામા ચૂંટણીમાં ઉભા છે. બીજી તરફ, પાર્લામેન્ટરી ચૂંટણીમાં 500થી વધુ ઉમેદવાર સાંસદ બનવા થનગને છે.
વર્તમાન પ્રેસિડેન્ટ પૌલ કાગામે 2003, 2010 અને 2017ની ચૂંટણીમાં 90 ટકાથી વધુ મત સાથે જીત્યા હતા. હાબિનેઝા 2017ની ચૂંટણીમાં 2 ટકાથી ઓછાં મત મેળવી શક્યા હતા.