નાઈરોબીઃ ફ્રેંચ એનર્જી કંપની રૂબીસ એનર્જી કેનોલકોબીલ અને ગલ્ફ એનર્જી આઉટલેટ્સનું રિબ્રાન્ડ કરી રહી હોવાથી તે કેન્યામાં તેના કામકાજમાં આગામી પાંચ વર્ષમાં Sh૯૮.૭ બિલિયન (૯૦૦ મિલિયન ડોલર)નું રોકાણ કરશે. આ ઓઈલ કંપની ૨૦૨૨ના અંત સુધીમાં કેન્યામાં સંપૂર્ણપણે એકમાત્ર બ્રાન્ડ બનવાના આયોજન સાથે દેશમાં પેટ્રોલિયમ અને લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસના સ્ટોરેજ, ડિસ્ટ્રિબ્યુશન અને વેચાણમાં રોકાણ કરી રહી છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં કેન્યામાં રૂબીસ બ્રાન્ડ શરૂ કરનારી કંપની બે કંપનીઓને બંધ કરી રહી છે અને તે દેશમાં આવેલા કેનોલકોબીલના ૧૯૦ આઉટલેટ અને ગલ્ફ એનર્જીના ૪૬ પેટ્રોલ સ્ટેશન્સને રિબ્રાન્ડ કરશે. કંપનીએ માર્ચ ૨૦૧૯ માં Sh૩૬ બિલિયનના ડીલમાં કેનોલકોબીલ સંપાદિત કરી હતી. જોકે, તે કેટલી રકમમાં ખરીદી હતી તે જાણી શકાયું નથી.
હાલ દેશમાં બન્નેનું સહિયારું ૩૪૦ સર્વિસ સ્ટેશનનું નેટવર્ક છે. દેશના પેટ્રોલિયમ સેલ્સ માર્કેટમાં તેનો હિસ્સો ૨૧.૬ ટકા છે. નવ ટકાના હિસ્સા સાથે તે પેટ્રોલિયમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈસ્ટ આફ્રિકા (PIEA)ના ડિસેમ્બરના ડેટામાં એકંદર હિસ્સા (નિકાસ સહિત) ત્રીજા ક્રમે રહ્યું હતું.
તે ૨૦૩૦માં ત્રીજા ત્રિમાસિક ગાળામાં માર્કેટ હિસ્સો ૧૮.૫ ટકા સુધી પહોંચાડનાર વિવો એનર્જી કેન્યા પછીના ક્રમે છે. બીજા ત્રિમાસિક ગાળામાં તેનો હિસ્સો ૧૬.૫ ટકા હતો. ૧.૪૩ ટકાના નજીવા વધારાથી ૧૫ ટકા માર્કેટ હિસ્સા સાથે ટોટલ કેન્યા બીજા ક્રમે રહ્યું હતું.
રૂબીસ એનર્જી કેન્યા ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર – પૂર્વ આફ્રિકા જીન ક્રિશ્ચિયન બર્ગેરોને જણાવ્યું કે રિબ્રાન્ડિંગથી રૂબીસની પ્રોડક્ટ્સ સહેલાઈથી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરાશે.