એબિડ્જનઃ આઈવરી કોસ્ટ દ્વારા એબિડ્જનમાં ફ્રેન્ચ સેન્ટર શરૂ કરાયું છે. તે આગામી પાંચ વર્ષમાં ૧૦,૦૦૦થી વધુ શિક્ષકોને ટ્રેનિંગ આપશે. સબસહારન આફ્રિકાના ફ્રેન્ચ બોલતાં દેશોના શિક્ષકોને શિક્ષણની તાલીમ અપાશે અને તેઓ તે જ્ઞાન વિદ્યાર્થીઓને આપશે.
આઈવરી કોસ્ટમાં તમામ વિદ્યાર્થીઓ પૈકી અડધાથી વધુ કેવી રીતે વાંચવું કે લખવું તે જાણ્યા વિના સેકન્ડરી સ્કૂલ શરૂ કરે છે તેથી શિક્ષણમાં સુધારા જરૂરી છે. આઈવરીયન ઓથોરિટીઝે તાજેતરમાં પ્રોફેશનલ ડેવલપમેન્ટ સેન્ટર (CDP) શરૂ કર્યું હતું. આઈવરીના એજ્યુકેશન મિનિસ્ટર કેન્ડીયા કેમારાએ જણાવ્યું કે આ સેન્ટર શિક્ષણ ઘડતર, પ્રિ સર્વિસ ટ્રેનિંગ અને હાલ ચાલી રહેલાં ક્ષમતા વધારવાના પ્રયાસોમાં મદદરૂપ થશે.
મિશન laïque française ના પૂર્વ ડિરેક્ટર જીન ક્રિસ્ટોફ ડેબરેએ જણાવ્યું કે ફ્રાન્સ અને ફ્રેન્ચ ભાષા બોલતાં દેશો સાથે સહકારમાં આ એક વધુ પગલું છે.