ભુજ: સફેદ રણમાં પ્રવાસીઓએ ફેંકેલા કચરાને પ્રધાન મનસુખ માંડવિયાએ જ સાફ કરવાનું કાર્ય તાજેતરમાં કર્યું હતું. પ્રવાસીઓ દ્વારા ફેંકાયેલી પ્લાસ્ટિકની બોટલો, કચરાના કારણે ફેલાઈ રહેલી ગંદકીને દૂર કરવાની સાથે સફાઈ મામલે માત્ર ભાષણો કરવાના બદલે ગાંધીગીરીનું અનોખું ઉદારણ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડિવયાએ પૂરું પાડ્યું હતું. ધોરડોમાં બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયની ચિંતન શિબિરમાં ભાગ લેવા આવેલા મનસુખ માંડવિયા વહેલી સવારે સફેદ રણનો નજારો અને કુદરતના સૌંદર્યને માણવા માટે પહોંચ્યા હતા. તે સમયે પ્રવાસીઓ દ્વારા ઠેર ઠેર ફેંકવામાં આવેલી પાણીની બોટલો સહિતનો કચરો નજરે પડતાં તુરંત જાતે જ તેને ઉપાડવાનું શરૂ કર્યું હતું.