ભુજઃ ભારતભરનાં શ્વેતાબંર જૈન સમાજના ત્રીજા નંબરના સૌથી મોટા વાગડ સમુદાયનાં ગચ્છાધિપતિ ૮૦૦થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોના નાયક કલાપ્રભુસૂરી મ.સા. ગાંધીધામ ખાતે ૨૦ નવેમ્બરે કાળધર્મ પામતાં વાગડ સમુદાયનાં જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.
મૂળ મારવાડના ફલોદીનાં રત્ન અને કચ્છ વાગડનાં મહારત્ન પૂજ્ય કલાપ્રભ-સૂરિશ્વરજીએ માત્ર ૧૧ વર્ષની કિશોર વયે દિક્ષા ગ્રહણ કરીને ઉત્તમોત્તમ ચારિત્ર્યધર્મનું નિર્વહન કરીને ૭૦ વર્ષની ઉંમરે, ગાંધીધામ ખાતે કાળધર્મ પામ્યા હતા. તેમણે ભૂકંપ બાદ તહસનહસ થયેલા કચ્છ વાગડમાં ગામડે ગામડે ફરીને અનેક જિનાલયો, ઉપાશ્રયો અને સામાજિક પ્રતિષ્ઠાનોને પુનઃ બેઠા કરવામાં અને નવા બનાવવામાં તેમનું અનેરું યોગદાન રહ્યું હતું.