ભુજઃ કચ્છ અને કચ્છીઓનાં હિતને સદાય અગ્રેસર રાખવા સાથે રાષ્ટ્રીય-સામાજિક અને પર્યાવરણીય પ્રશ્નો માટે જાગૃત ગણાતા અખબાર ‘કચ્છમિત્ર’ને જળસંચય અને જળ વ્યવસ્થાપન પ્રવૃત્તિના પ્રચાર-પ્રસારની શ્રેષ્ઠ કામગીરી માટે વર્ષ ૨૦૧૯નો રાષ્ટ્રીય જળ એવોર્ડ જાહેર કરાયો છે.
આ એવોર્ડ ભારત સરકારનાં જળશક્તિ મંત્રાલય દ્વારા જુદી જુદી ૧૬ કેટેગરીમાં પ્રદાન કરવામાં આવે છે. મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ રાજ્ય, શ્રેષ્ઠ જિલ્લો, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, શ્રેષ્ઠ સંશોધન કામગીરી, શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ સંસ્થા, ઔદ્યોગિક ક્ષેત્રે જળસંચય કામગીરી, બેસ્ટ એનજીઓ સહિત ૧૬ કક્ષામાં આ એવોર્ડ આપવામાં આવે છે. એવોર્ડ વિતરણ કાર્યક્રમ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં યોજાશે તેવું જાહેર કરાયું છે.