ધર્મજના બુથ નંબર ૮ પર પુનઃ મતદાન

Tuesday 14th May 2019 08:56 EDT
 

આણંદઃ લોકસભાની ચૂંટણી દરમિયાન ૨૩મી એપ્રિલે તારીખે આણંદ બેઠકના ધર્મજ ગામના બુથ નંબર ૮ પર બોગસ વોટિંગની ફરિયાદ ઊઠી હતી. જેના પગલે ચૂંટણી પંચ  હરકતમાં આવ્યું હતું અને ૧૨ તારીખે પુનઃ મતદાન યોજાયું હતું. ૧૨મી મેએ સરેરાશ ૭૮.૮ ટકા મતદાન થયું હતું. પુનઃ મતદાન છતાં મતદારોના ઉત્સાહમાં કોઈ કમી દેખાઈ નહોતી. ૨૩મીએ ગુજરાત ભરમાં એકસાથે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જો કે આણંદ લોકસભાની સીટના ધર્મજના બુથ નંબર ૮ પર બોગસ મતદાનની ફરિયાદ ઊઠી હતી જેની તપાસ કરાતાં આ ફરિયાદમાં તથ્ય જણાયું હતું અને પુનઃ મતદાન જાહેર કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter