વડોદરાઃ વાઘોડિયા તાલુકાના વેજલપુર બ્રિજ નીચેથી ૧૧મી નવેમ્બરે હાથ બાંધેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી હતી. હત્યા કરીને ફેંકી દેવાયેલા યુવાનના ખિસ્સામાંથી લીંબુ મળી આવતા યુવાન તાંત્રિક વિધિનો ભોગ બન્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે પોલીસે તાંત્રિક વિધિની વાતને નકારતાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.