વડોદરાઃ રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે વડોદરા જિલ્લા અને શહેરમાં જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અને ઓગસ્ટની શરૂઆતમાં જ વિવિધ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતાં, સ્થાનિક લોકોને રેસ્કયુની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ મગર નગરી બની ગયેલી વડોદરામાં મગરોનો ઉપદ્રવ ચાલુ રહેલાં પૂરગ્રસ્તો માટે નવી આફત સર્જાઈ હતી.
વિશ્વામિત્રી નદીમાં મગરોની વસતિ મોટા પ્રમાણમાં હોવાના કારણે પૂરના પાણીમાં મગર વડોદરા શહેર અને આજુબાજુના વિસ્તારમાં ધસી આવતાં રહેણાક વિસ્તારોમાં લોકો ભયભીત બન્યા હતા. આ પરિસ્થિતિમાં પૂરગ્રસ્તો માટે પૂર સામે ઝઝૂમવું કે મગરો સામે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
ફોરેસ્ટ વિભાગની એક ટીમ જીવદયા સંસ્થાના કાર્યકરો સાથે આ માટે ખાસ વડોદરા જિલ્લામાં તૈનાત કરવામાં આવી હતી અને ત્રીજીએ છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વામિત્રીના કિનારા જુદા જુદા વિસ્તારોમાં ઘૂસી આવેલા ૧૦ મગરનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.