વડતાલમાં હરિના ચરણમાં ૨ કિલો સોનું અર્પણ

Wednesday 20th November 2019 06:23 EST
 
 

વડતાલઃ સ્વામીનારાયણ તીર્થધામ વડતાલમાં દેવદિવાળીના સપ્તાહ પૂર્વેથી ઉજવાતા વચનામૃત દ્ધિશતાબ્દી મહોત્સવનો દેવદિવાળીએ છેલ્લો દિવસ હતો. તે દિવસે હરિભક્તોનો મહેરામણ વડતાલમાં ઉમટ્યો હતો. વચનામૃત સંપન્ન દિવસે હરિભક્તોની સંખ્યા વધુ હતી. ચરોતર ઉપરાંત દૂરદૂરથી વડતાલમાં આવેલા હરિભક્તો ભગવાન સ્વામીનારાયણના દર્શનનો લહાવો લઇને કૃતજ્ઞ બન્યા હતા. આ પ્રસંગે સંતો-મહંતોએ સૌને આશીર્વચના પાઠવ્યા હતા.
મહોત્સવમાં સુવર્ણતુલા
વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિની પૂર્વસંધ્યાએ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સદગુરુ સંતોની નિશ્રામાં વચનામૃત સુવર્ણતુલા યોજાઇ હતી. આ સુવર્ણતુલામાં પુરુષ અને મહિલા હરિભક્તોએ પોતાના દાગીના અર્પણ કર્યાં હતાં. આ સુવર્ણતુલામાં હરિભક્તોએ કુલ ૨ કિલો સોનું અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. આ સુવર્ણનો વડતાલમાં બનનારા મ્યુઝિયમમાં ઉપયોગ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter