ગાંધીનગરઃ રાજ્યની વિધાનસભામાં ૧૮૨નું કુલ સંખ્યા બળ છે, પરંતુ સામાન્ય રીતે યોગાનુયોગ એવો રહ્યો છે કે, એક સાથે ક્યારેય ૧૮૨ ધારાસભ્યોની સંખ્યા રહી નથી. કોઈને કોઈ ધારાસભ્યનું અવસાન થતાં વિધાનસભા ખંડિત રહે છે. હજુ તો રવિવારે ચોર્યાસી બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું અગાઉ ખંડિત રહેતી વિધાનસભામાં નવા ધારાસભ્યનો ઉમેરો જ થવાનો હતો ત્યાં સોમવારે જૂનાગઢના તાલાલા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ બારડનું અવાસન થયું. તેના કારણે વિધાનસભા ખંડિત થવાનો ક્રમ હજુ આગળ જ ચાલ્યો છે. સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પરના ભાજપના ધારાસભ્ય રાજા પટેલનું મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે મૃત્યુ થતાં વિધાનસભા ખંડિત થયેલી. હજુ તો રવિવારે જ તેનું પરિણામ જાહેર થયું અને રાજા પટેલના જ પુત્રી ઝંખના પટેલ ચૂંટાયા ત્યારે ૧૮૨ની કુલ સભ્યસંખ્યા થઈ. પરંતુ હજુ ઝંખના પટેલ ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરે તે પહેલાં જ તેમની ચૂંટણીના ચોવીસ જ કલાકમાં જસુભાઈનું અવસાન થતાં વિધાનસભામાં સભ્ય સંખ્યા ૧૮૧ થઈ છે.