પોરબંદરઃ જિલ્લાના બરડા પંથકના ગોરાણા ગામમાં યોજાયેલા રામપારાયણના સમાપનના દિવસે ગામના દરેક ઘરને ‘રામાયણ’ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. ‘રામાયણ’ ભેટ આપ્યા પછી તમામ ગામવાસીઓ પાસે પ્રતિજ્ઞા પણ લેવાઇ હતી કે ભેટમાં આપેલી ‘રામાયણ’ની મંદિરમાં સ્થાપના કરાશે અને દરરોજ એની પૂજા કરાશે. ગામવાસી દ્વારા આયોજિત આ રામકથાનો ખર્ચ ગ્રામ પંચાયત દ્વારા થયો હતો. ગોરાણા ગ્રામ પંચાયતના સરપંચ મહાદેવભાઇ ધોળકિયાએ જણાવ્યું હતું કે, ગોરાણા દેશનું કદાચ પહેલું એવું ગામ બન્યું છે જેના દરેક ઘરમાં ‘શ્રી રામચરિતમાનસ’ એટલે કે ‘રામાયણની’ સ્થાપના થઇ હોય અને પૂજા પણ થતી હોય.
આ ગામમાં ૬૦૫ ઘરમાં ૧૪૦૮ લોકો વસે છે. જોકે, આસપાસનાં ગામોમાંથી પણ રામપારાયણ સાંભળવા ભાવિકો આવતા હોવાથી કુલ ૧૨૦૦ પરિવારને ‘રામાયણ’ ભેટ આપવામાં આવી હતી.