જૂનાગઢઃ સોરઠમાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદથી ઉનાળાના આરંભે જ પીવાના પાણીની તાણ સર્જાઈ રહી છે. આવામાં તરસ્યા વન્ય પ્રાણીઓ માટે વનતંત્ર ગીર વિસ્તારમાં ૫૮૦ કુંડીઓમાં પાણી ભરવાનું શરૂ કરી દીધું છે. સાસણ ગીરના નાયબ વન સંરક્ષક રામરતન નાલાએ આ અંગે જણાવ્યું હતું કે, ગીર અભયારણ્યમાં અપૂરતા વરસાદથી કુદરતી જળસ્ત્રોત સુકાઇ ગયા છે અને વન્ય પ્રાણીઓ, પક્ષીઓને પીવાના પાણીનું સંકટ ઊભું થતાં વનતંત્રએ ૫૦૦ જેટલી કૃત્રિમ અને કુદરતી કુંડીઓમાં પાણી ભરવાનું શરૂ કર્યું છે
તેમણે ઉમેર્યું હતું કે, જંગલમાં આવેલી પવનચક્કીઓ, સોલાર પ્રોજેક્ટ, ટેન્કરો, બોરકૂવામાંથી દરરોજ સવાર-સાંજ કુંડીઓમાં પાણી ભરવામાં આવી રહ્યું છે અને આ માટે મજૂરોને રોકવામાં પણ આવ્યા છે.