ગૃહ પ્રધાન દ્વારા હોસ્પિટલ-સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન

Wednesday 10th February 2016 06:57 EST
 
 

દીવઃ ગૃહ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં ગુજરાતની બે દિવસની મુલાકાત લીધી હતી. આ બે દિવસ તેઓ સંઘ પ્રદેશ દીવમાં હતા. દીવમાં ચોથી ફેબ્રુઆરીએ તેમણે ૧૦૦ બેડ ધરાવતી સરકારી હોસ્પિટલ તેમજ સોલાર પાવર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેઓ એક એમ્ફી થિયેટરનું પણ ઉદઘાટન કર્યું હતું. હોસ્પિટલના ઉદઘાટન સમયે રાજનાથે ક્હયું હતું કે, હવે દરિયાઈ સુરક્ષામાં વધારો કરાશે. આ ઉપરાંત ૧૧૪ નવી પોસ્ટ માટે નિમણૂક કરાશે. માછીમારોના મુદ્દે પાકિસ્તાન સાથે ચર્ચા થશે. ગુજરાતના અનેક માછીમારો પાકિસ્તાનના બાનમાં છે આ બાબતે પણ સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાશે. ટુરિઝમ બાબતે પણ ગૃહ પ્રધાને કહ્યું હતું કે, દરિયા કિનારાના પ્રવાસન સ્થળોનો પણ વિકાસ થશે. જૂનાગઢ, સંજાણ, દીવ અને દમણને વિકસાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સૌથી મોટો ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો ગુજરાતમાં છે. જેનો મોટાભાગનો ભાગ હજી વિકસ્યો નથી. વિકાસની દૃષ્ટિએ આ દરિયા કિનારો મહત્ત્વનું કેન્દ્ર બની શકે છે. અહીં વિકાસ થશે, તો ટુરિઝમ વિકસશે. ટુરિઝમ થશે તો ગુજરાત વિશ્વ ફલક પર ચમકશે. તેને વધુ પ્રવાસીઓ મળશે તેવું રાજનાથ સિંહે દીવ એડમિનિસ્ટ્રેશન દ્વારા વિકસાવાયેલ ફેસ્ટિવલ વિલેજની મુલાકાત વખતે કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter