ગોંડલઃ ગુજરાતી યુવાન-યુવતીઓનું અન્ય દેશના સ્થાનિક પાત્ર સાથે લગ્ન કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. તેમના પ્રેમને કોઈ ભાષા કે દેશના સીમાડા અડચણરૂપ બનતાં નથી.
રાજકોટમાં કોમ્યુટરના વ્યવસાય સાથે જોડાયેલા જામજોધપુરના વતની અંકુર વલ્લભદાસ સંતોકી (૩૧)ને ઇમ્પોર્ટ એકસપોર્ટના ધંધાર્થે અવાર નવાર દુબઈ અને થાઈલેન્ડ જવાનું થતું હતું.
આ દરમિયાન થાઈલેન્ડની એક કંપનીમાં નોકરી કરતી એનોન્ગલૂક પ્રયોન્ગ પ્રશાન્ટે (૨૯) નામની યુવતી સાથે પરિચય થયો હતો. આ પરિચય પ્રેમમાં પરિણમ્યો અને વાત છેક પરિણય સુધી પહોંચી.
અંતે બંનેએ ૨૩ જૂને એનોન્ગલૂકના જન્મદિને ગોંડલમાં આર્યસમાજ વિધિથી લગ્ન કર્યા. તેમણે આ લગ્નની ગોંડલ નગરપાલિકામાં પણ નોંધણી કરાવી છે.