રાજકોટઃ લાંબો સમય અમેરિકા રહીને પરત આવ્યા પછી પણ ખાસ ક્યાંય બહાર જોવા નહીં મળેલા એક્ટર પરેશ રાવલ રરમી નવેમ્બરે રાજકોટમાં પોતાના નવા લુક સાથે જોવા મળ્યા હતા. પરેશ રાવલનો આ નવો લુક વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ડિટ્ટો મળતો આવે છે.
દાઢી, મૂછ અને નરેન્દ્ર મોદીની સ્ટાઇલની જ હેરસ્ટાઇલ સાથેના આ લુક માટે પરેશ રાવલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો, પણ વાત જાણે એમ છે કે નરેન્દ્ર મોદીની લાઇફ પરથી બનનારી ફિલ્મમાં પરેશ રાવલ નરેન્દ્ર મોદીની વર્તમાન જિંદગીનું કેરેક્ટર કરે છે, જેના માટે મોદી રાખે છે એ પ્રકારની દાઢી રાખવી જરૂરી હોવાથી રાવલેે આ લુક અપનાવ્યો છે. મોદીની લાઇફ પરથી બનનારી આ ફિલ્મમાં મોદીની યંગ એજનું કેરેક્ટર વિવેક ઓબેરોય કરશે.
નરેન્દ્ર મોદી પરથી બનનારી આ ફિલ્મના નિર્માતા અમેરિકાસ્થિત બિઝનેસમેન મિતેશ પટેલ છે. આ ફિલ્મ જાણીતા રાઇટર મિહિર ભૂતાએ લખી છે. પરેશ રાવલે આ અગાઉ કહ્યું હતું કે, ફિલ્મમાં નરેન્દ્ર મોદીની અત્યાર સુધીની લાઇફ બહુ જ ઇન્ટરેસ્ટિંગ લેવલથી ઓડિયન્સ સામે મુકાશે