દ્વારકા: દ્વારકામાં રવિવારે લેઉઆ પટેલ સમાજ સંકુલના ઉદ્ઘાટન માટે આવેલા રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પટેલ અનામત આંદોલનના મુદ્દે ભાવુક થઈને કહ્યું હતું, પાટીદાર મોભીઓએ યુવાનોને યોગ્ય દિશા બતાવવી જોઈએ. પાટીદાર સમાજની વિશાળ મેદની વચ્ચે પાટીદાર અનામત આંદોલનનો નામોલ્લેખ કર્યા વગર જ કેટલાક આકરા વિધાનો તેમણે કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, પાટીદાર સમાજ આપનારો સમાજ છે, લેનારો નહીં. પાટીદારોએ ચિંતન કરવાની જરૂર છે, આગેવાનો યુવાનોને રાહ બતાવે. ઘણીવાર અઘટિત ઘટના દિલ હચમચાવી નાંખે છે, હૃદય દ્રવી ઉઠે છે.