પોરબંદરઃ સૌરાષ્ટ્રના એડવોકેટ ભાનુભાઈ ઓડેદરાએ તાજેતરમાં વનવિભાગમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોરબંદર જિલ્લાના અંદાજે ૩૨ જેટલા વિવિધ જળ પ્લાવિત વિસ્તારમાં શિયાળાની ઋતુમાં વિવિધ વિદેશી પક્ષીઓ જેવા કે કુંજ, પેણ, ડૂબકી, બગલા, હંસ, બતક, જલમાંજર રાત્રિના સમયમાં વિશ્રામ કરે છે, તેમની સુરક્ષા માટે પગલાં જરૂરી છે.
ઓડેદરાની ફરિયાદ છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ જંગલ ખાતાના સ્થાનિક અધિકારીઓ તથા શિકારીઓની સાંઠગાંઠથી બેફામપણે નિર્દોષ પક્ષીઓનો શિકાર કરવામાં આવે છે.
આ ઉપરાંત સહેલાણીઓ પણ જ્યારે આ જળવિસ્તારમાં આવે ત્યારે તેમને શિકાર માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. આ બાબતે જવાબદાર અધિકારીઓ નાયબ વન સંરક્ષક, મદદનીશ વન સંરક્ષક તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.