જૂનાગઢઃ લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીને તાજેતરમાં રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત થયા બાદ ૩જી એપ્રિલે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે તેમનું તેમના ઘરે જઈ સન્માન કર્યું હતું.
મુખ્ય પ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું કે, લોકકલાકાર ભીખુદાન ગઢવીએ લોકસાહિત્યને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવાનું અદભુત કામ કર્યું છે. વડા પ્રધાન રાજકીય અને સાહિત્ય ક્ષેત્રે રસ ધરાવે છે. તેમણે ગઢવીને પદ્મશ્રી આપીને સાહિત્યનું સન્માન કર્યું છે. તો ભીખુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ચારણ જ્ઞાતિમાં પ્રથમ દુલા ભાયા કાગ પછી મને આ વર્ષે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે તેનાથી હું ખૂબ જ ખુશ છું.
લોકબોલીમાં ગુજરાતના ગામડાંની વાતો ભણેલા ગણેલા લોકો સુધી પહોંચાડવી મને ખૂબ જ ગમે છે.