સામૂહિક રકતદાનની પ્રવૃત્તિ બીજા અર્થમાં જીવતદાન પ્રવૃત્તિ બની છે. ગોંડલમાં જાગૃત નાગરિકોએ એક ગરીબ મહિલાનું જીવન બચાવવા ઝઝૂમતા પરિવાર માટે સ્વયંભૂ અને સામૂહિક રીતે રકતદાન કરી રકતની ભાગિરથી વહાવી હતી. સમાજ માટે આ કિસ્સો દ્રષ્ટાંતરૂપ બન્યો છે. ગોંડલના ભગવતપરામાં આવેલી પટેલ સોસાયટીમાં રહેતાં કૈલાશબહેન ધર્મેશભાઇ વૈષ્ણવ (ઉ.૩૫)ને છેલ્લા દોઢ મહિનાથી મગજની બીમારી છે. તેની સારવાર કરતા તબીબોએ મહિલાને ૧૦૦ બોટલ લોહી ચઢાવવું પડશે તેમ જણાવ્યું હતું. ખેતી કરી ગુજરાન ચલાવતા ધર્મેશભાઇ પાસે માત્ર સાત વિઘા જમીન છે અને આ ખર્ચ તેમને પરવડે તેમ ન હતો.
પ્રભાસ પાટણમાં કોમી તોફાનઃ વેરાવળનાં પ્રભાસપાટણમાં ૧૪ મેએ મોડી સાંજે ૮ વાગ્યાનાં સુમારે મેઇન બજારમાં હિન્દુ અને મુસ્લિમોનાં બે જૂથો સામસામે આવી ગયા હતા. બંને વચ્ચે કોળીનાં વરઘોડા વખતે ઘાંચી શખસનું બાઇક અડી જતાં થયેલી માથાકૂટની ઘટનાએ હિંસક સ્વરૂપ પક્ડયું હતું. ટોળાં વચ્ચે સામસામો પથ્થરમારો અને સોડા બોટલોના ઘા થયા હતા. બંને જૂથે એકબીજાની કોમના વેપારીઓની દુકાન સળગાવી હતી.