રાજકોટઃ શહેરની જાણીતી શામજી વેલજી વીરાણી વિવિધલક્ષી હાઈ સ્કૂલ સોલર સિસ્ટમ દ્વારા ઊર્જા મેળવીને વીજળીનો વધુ ખર્ચ બચાવી રહી છે. શાળાની અગાસી પર ૨૩૦ વોટ પાવરની ૧૫૪ સોલર પેનલ બેસાડી છે જેથી હવે ઇલેક્ટ્રિસિટીની જરૂર નહીં પડે અને શાળા દર મહિને અંદાજે રૂ. ૪૮ હજારની બચત કરશે. શાળાને થનારી આ બચતનો લાભ સીધો વિદ્યાર્થીઓને આપવાનું પણ સંચાલકોએ નક્કી કર્યું છે. આ બચતમાંથી ગરીબ વિદ્યાર્થીઓને ચોપડી, નોટબુક અને બીજી શૈક્ષણિક જરૂરિયાત પૂરી કરવામાં આવશે.
મહિને બચત થશે અંદાજે ૪૮,૦૦૦ રૂપિયાની સ્કૂલની ટેરેસ પર મૂકવામાં આવેલી આ સોલર પેનલથી દર મહિને ૨૩૦ વોટ પાવરનું ઉત્પાદન થશે, જેનાથી શાળામાં ૧૦૦ પંખા અને ૧૨૦ ટ્યુબલાઇટ તો ચાલશે જ, સાથોસાથ શાળાનાં ૨૧ એર-કન્ડિશન, ૨૫ કમ્પ્યુટર અને ૧૨ પ્રિન્ટર પણ ચાલશે.