વેરાવળઃ ભારતના બાર જ્યોર્તિલિંગમાં શ્રી સોમનાથ મહાદેવનું મંદિરને હવે સેન્ટ્રલી એરકન્ડીશનડ બનાવવાનું આયોજન છે, આથી હવે ભકતોને મંદિરમાં દર્શન, આરતી કે મહાભિષેક વગેરે વિધિ વખતે ગરમીનો સામનો નહીં કરવો પડે. ૧પપ ફૂટની ઉંચાઈ ધરાવતા આ મંદિરનું નિર્માણ વાસ્તુશાસ્ત્ર અને નિષ્ણાંત શિલ્પીઓ થયું છે. મંદિર ત્રણ ભાગમાં વહેચાયેલું છે. પ્રથમ ભાગ ગર્ભ ગૃહ છે, જ્યોર્તિલિંગ છે. પછીના ભાગને સભામંડપ કહેવાય છે, જ્યાં નંદી અને વિવિધ દેવાધિદેવ ગોખમાં બિરાજે છે. આ સભામંડપમાં સોમનાથ મહાદેવના દર્શન કરવા શ્રધ્ધાળુ, ભાવિકોની કતાર હોય છે અને ક્રમશઃ આગળ વધતા સોમનાથ મહાદેવના દર્શન કરી શકાય છે. દર્શન કરવા માટે આ સભામંડપને સંપૂર્ણ સેન્ટ્રલી એસી પ્લાન્ટથી સજ્જ કરાયો છે.
મંદિરના પ્રથમ માળે ૬પ ટનના એક એવા ત્રણ મશીનો લગાડવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. ટૂંક સમયમાં તેને કાર્યાન્વિત કરવામાં આવશે.