મહુવાઃ કૈલાસ ગુરુકૂળમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અસ્મિતા પર્વ યોજાશે. ૧થી ૪ એપ્રિલ દરમિયાન સાહિત્ય સંગોષ્ઠી, કાવ્યાયન અને શાસ્ત્રીય સંગીત-નૃત્ય મહોત્સવનો પર્વ યોજાશે. પૂ. મોરારિબાપુના સાનિધ્યમાં યોજાનારા આ અસ્મિતા પર્વમાં ૪ એપ્રિલે હનુમાન જયંતીના દિવસે એવોર્ડ અર્પણવિધિ યોજાશે. જેમાં હનુમંત એવોર્ડ, નૃત્યમાં ફિલ્મી નૃત્યાંગના હેલનને, ભારતીય ફિલ્મનો નટરાજ એવોર્ડ ફિલ્મ કલાકાર જીતેન્દ્ર અને ગુજરાતી રંગભૂમિના મરણોત્તર નટરાજ એવોર્ડ ઉપેન્દ્ર ત્રિવેદીને એનાયત કરાશે. હનુમંત એવોર્ડ ભારતીય શાસ્ત્રીય સંગીતની આજીવન સેવા બદલ આપવામાં આવે છે. જેમાં હેલનને નૃત્યમાં શિવમણિને તાલવાદ્ય-પરક્યુશન, ઉ. અમજદઅલી ખાનને શાસ્ત્રીય વાદ્ય સંગીત-સરોદ અને પંડિત એમ બાલ મુરલીકૃષ્ણાને શાસ્ત્રીય કંઠ્ય સંગીત (કર્ણાટકી) માટે એવોર્ડ અપાશે.