રાજકોટઃ મૂળ રાજકોટનો ૨૦ વર્ષનો યશ જોશીએ માઈક્રોસોફટ વર્ચ્યુઅલ એકેડેમીમાં વૈશ્વિક સ્તરે પ્રથમ આવીને દેશને ગર્વ અપાવ્યું છે. રાજકોટના વતની યશે MVAના ૪૦ કોર્સ પૂરા કર્યા છે. જેમાં વિન્ડોઝ ગેમ ડેવલપમેન્ટ, વિન્ડોઝ એપ ડેવલપમેન્ટ, માઈક્રોસોફટ એઝયોર, સિક્યોરિટી ફન્ડામેન્ટલ્સ અને ડેટાબેઝ ફન્ડામેન્ટલ્સનો સમાવેશ થાય છે.
માઈક્રોસોફટ વર્ચ્યુઅલ એકેડેમી એક ઓન-લાઈન પ્લેટફોર્મ છે. જ્યાં લોકો વિવિધ કોર્સ કરવા માટે અરજી કરી શકે છે. આર. કે. યુનિમાં બી. ટેક.નો અભ્યાસ કરતા યશના કહેવા પ્રમાણે એ રોજના દોઢ કલાક એક મોડયુલ્સના અભ્યાસ પાછળ ગાળે છે. એક કોર્સમાં તો ૨૧ મોડયુલ્સ હતા. યશનું સપનું છે કે એ માઈક્રોસોફટમાં કામ કરે. યશ માઈક્રોસોફટ સ્ટુડન્ટ પાર્ટનર તરીકે પણ પસંદગી પામેલો છે. MVAમાં દુનિયામાંથી ૩૬ લાખ વધારે લોકો રજિસ્ટર થયેલા છે. આ બધામાંથી પ્લેટિનમ મેડલ જીતીને યશ MVAના ગ્લોબલ લીડર બોર્ડમાં પ્રથમ આવ્યો છે.