પેરિસઃ પશ્ચિમના દેશોમાં મારફતે કે ટીવી પર બુક ટ્રેઝર હંટના શો સામાન્ય છે. બુક કે ટીવી શોમાં અપાતી હિન્ટના આધારે લોકો ખજાનાની શોધમાં સાહસિકો નીકળી પડે છે ને વરસોની મહેનત પછી ખજાનો શોધી કાઢે એવા એક નહીં, અનેક કિસ્સા જોવા મળે છે. જોકે આ ટ્રેઝર હન્ટની વાત અલગ છે. આ ટ્રેઝર હન્ટ 31 વર્ષ લાં...બી ચાલી છે.
ફ્રાન્સમાં માઈકલ બેકરે 1993માં સોનાનું ઘુવડ જમીનમાં દટાયું હોવાની માહિતી આપતું ‘ઓન ધ ટ્રેઇલ ઓફ ધ ગોલ્ડન આઉલ’ નામનું ટ્રેઝર હન્ટ પુસ્તક લખ્યું હતું. સાથે સાથે જ તેણે સોનાનું આ ઘુવડ કેવું દેખાય છે તેનું ચિત્ર પણ પુસ્તકમાં આપ્યું હતું. બુકમાં 11 પઝલ દ્વારા હિન્ટ આપીને બેકરે લોકોને આ ઘુવડ શોધી કાઢવા લોકોને પડકાર ફેંક્યો હતો. બેકરનો પડકાર ઝીલીને કુલ બે લાખથી વધુ લોકો આ ટ્રેઝર હન્ટ સ્પર્ધામાં જોડાયા હતા, પરંતુ આ વાતને વર્ષો વીતી ગયા હોવાથી કોઇને આમાં સફળતા મળશે કે કેમ તે શંકા હતી.
જોકે વિશ્વની આ સૌથી લાંબી આ ટ્રેઝર હંટનો 31 વર્ષ પછી અંત આવ્યો છે અને કેટલાક સાહસિકે આ સોનાનું ઘુવડ શોધી કાઢ્યું હોવાનું જાહેર કરાયું છે. આશરે 3 કિલો સોનાના અને 7કિલો ચાંદીની ચિપ્સથી બનેલા આ સુવર્ણ ઘુવડને ખજાનો શોધી કાઢનારનું નામ તો જાહેર કરાયું નથી પણ તેની કિંમત કેટલી છે તેની વિગતો આપી છે. આ વિગતો પ્રમાણે, સોનાનું ઘુવડ 1.50 લાખ યુરો એટલે કે લગભગ 1.65 લાખ યુએસ ડોલરનું છે.