નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચેની સરહદે પૂર્વ સેક્ટરમાં કનેક્ટિવિટી વધારવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. અહીં અરુણાચલ પ્રદેશમાં 13 હજાર ફૂટની ઊંચાઇએ સેલા ટનલનું 90 ટકા જેટલું નિર્માણ કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) દ્વારા આ બાય-લેન ટનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. બીઆરઓએ યુદ્ધના ધોરણે સેલા ટનલ પ્રોજેક્ટને હાથ પર લીધો હતો અને હવે તે પૂર્ણતાના તબક્કે છે. વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ મનાતી સેલા ટનલના નિર્માણથી કોઇપણ ઋતુમાં આવાગમન સરળ બનશે. સેનાને પણ ફાયદો થશે.