બ્રેમ્ટન: કેનેડા અભ્યાસ માટે જતાં ભારતીય વિદ્યાર્થીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંની અલ્ગોમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના સત્તાવાળાઓ સામે પ્રવેશ પ્રક્રિયામાં અને ગ્રેડિંગ આપવામાં ગેરરીતિ આચર્યાનો આક્ષેપ કર્યો છે. આ વિદ્યાર્થીઓ હાડ ગાળી દેતી કડકડતી ઠંડીમાં યુનિવર્સિટીના સત્તાવાળાઓ વિરુદ્ધ દેખાવો યોજી રહ્યાં છે. યુનિવર્સિટી દ્વારા આ વિદ્યાર્થીઓ પર છેતરપિંડીનો આક્ષેપ કરી તેમને પરીક્ષામાં નાપાસ કરાયા છે. આઈટી શાખાના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલા આ વિરોધ પ્રદર્શનને અન્ય શાખાના વિદ્યાર્થીઓએ પણ સમર્થન આપતાં કેનેડાની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની નીતિમાં રહેલી સમસ્યા અંગે લોકોનું ધ્યાન ખેંચાયું છે. માઈનસથી નીચે તાપમાનમાં 80થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના સહયોગીઓએ બેનર અને પ્લેકાડૂર્ડ્સ સાથે દેખાવો કર્યા હતાં. જેમાં વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓને છેતરવાનું બંધ કરો, શિક્ષણ વેચવા માટે નથી.