એરસ્ટ્રાઇકથી નારાજ તાલિબાનનો વળતો હુમલોઃ પાક.ની 12 સૈન્ય ચોકીઓ ઉડાવી દીધી

Friday 29th March 2024 04:35 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચાર દિવસ પહેલાં પાકિસ્તાની એરસ્ટ્રાઈકથી નારાજ અફઘાન તાલિબાને પાકિસ્તાનની 12થી વધુ સૈન્ય ચોકીઓને ઉડાવી દીધી હતી. અફઘાન તાલિબાન અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) ના 30 હજારથી વધુ લડવૈયાઓએ પાકિસ્તાનની સૈન્ય છાવણી મીર અલી તરફ કૂચનું એલાન કર્યું છે. અત્યાર સુધીમાં હજારો લડવૈયાઓ પાકિસ્તાન બોર્ડર પર એકઠા થઈ ગયા છે. તેમની વચ્ચે ઘણા અફધાન સૈનિકો પણ છે.
ગુલ બહાદુર એક સમયે પાક. સેનાનો ખાસ હતો
ગયા અઠવાડિયે પાકિસ્તાને વઝીરિસ્તાનમાં હાફિઝ ગુલ બહાદરનાં ઠેકાણાંઓ પર હવાઈ હુમલા કર્યા હતા. જેમાં 18 આતંકવાદીઓ માર્યા ગયા હતા. હાફિઝ ગુલ 2006 અને 2009 વચ્ચે પાકિસ્તાન આર્મી દ્વારા સમર્થિત કમાન્ડર હતો. બાદમાં પાકની સુરક્ષાદળો પર હુમલો કરવાનું શરૂ કર્યું.
પાક.ની અફઘાન નીતિ નિષ્ફળ: નિષ્ણાત
નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાન જાણે છે કે અફધાનિસ્તાનમાં રાજદ્વારી પકડ જાળવી રાખવાની તેની નીતિ નિષ્ફળ ગઈ છે. પાકિસ્તાન હવે અફઘાનિસ્તાનને લઈને પોતાની નીતિ બદલી રહ્યું છે. પાકિસ્તાન કાબુલ સાથે વાતચીત માટે પ્રયાસો કરી રહ્યું છે.
અફઘાન તાલિબાન ઈરાન પાસેથી દેખરેખ અને લડાઈ કેમિકેઝ ડ્રોન ખરીદી રહ્યા છે. આ ડ્રોન પેલોડથી હુમલો કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો આ ડીલ થાય છે તો તે પાકિસ્તાન માટે મોટી ચિંતાનો વિષય બની શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter