ઓસ્ટ્રેલિયાની બુન્ડાબર્ગ હોસ્પિટલના ગુજરાતના જામનગરના વતની ડોક્ટર જયંત પટેલ પર નોકરી માટેની અરજીમાં વ્યવસાયિક લાયકાત ખોટી દર્શાવવા બદલ પ્રેક્ટિસ કરવા પર સત્તાવાળાઓએ પ્રતિબંધ મૂક્યો છે. ક્વીન્સલેન્ડ મેડિકલ ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે, પટેલે તેની અરજીમાં રજીસ્ટ્રેશન અંગેની માહિતી ખોટી દર્શાવી હતી અને તેમની લાયકાત પર શંકા પેદા કરે તેવી હકીકતો છૂપાવી હતી. મેલબોર્નના જજે પટેલની કાર્યદક્ષતા અંગે સવાલ ઉઠાવી તેઓ જટીલ સર્જરી કરી શકવા અસમર્થ હોવાનું તારણ કાઢી તેમની પ્રેક્ટિસ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૦માં જયંત પટેલ પર બેદરકારીથી દર્દીઓને હાનિ પહોંચાડવાના કેસમાં જેલની સજા થઈ હતી. પરંતુ તેઓ હાઇ કોર્ટમાં અપીલ કરીને ૨૦૧૨માં નિર્દોષ છૂટ્યા હતા.