ટોરોન્ટો: કેનેડા સરકારે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટને એક્સટેન્શન આપવાનો ઇનકાર કર્યો છે. કોવિડને પગલે ત્રણ વાર એક્સટેન્શન અપાયું હતું પરંતુ સરકારે 2024માં એક્સટેન્શન ન આપવાનો નિર્ણય લીધો છે. અત્યારે 14 લાખ વિદ્યાર્થી કેનેડામાં પીજી વર્ક પરમિટ પર કામ કરી રહ્યા છે. પરમિટ નહીં આપે તો આ વિદ્યાર્થીઓને પરત ફરવું પડશે. વિદ્યાર્થીઓ આ યોજના પાછી ખેંચવા માગ કરી રહ્યા છે.