જમૈકા: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો અને તેમના પરિવારને રજાઓ ગાળવા કેરેબિયન ટાપુ જમૈકા પર લઇને આવેલું કેનેડાના સશસ્ત્ર દળોનું વિમાન ખોટવાતાં કેનેડાના સૈન્યને ટ્રુડો માટે બીજું વિમાન મોકલવાની ફરજ પડી હતી. વીતેલા સપ્તાહમાં આ ઘટના બની હતી. ચાર મહિનાના ટૂંકા સમયગાળામાં આવું બીજી વાર બન્યું છે કે મિકેનિકલ ખામી સર્જાતાં ટ્રુડોનું વિમાન ઉડવામાં નિષ્ફળ રહ્યું હોય. આ પહેલાં સપ્ટેમ્બર 2023માં જી-20 શિખર પરિષદમાં ભાગ લેવા પહોંચેલા જસ્ટિન ટ્રુડો સામે આવી જ સ્થિતી સર્જાઈ હતી. તે વખતે સીસી-150 પોલારિસ વિમાન ખોટવાતાં શિખર પરિષદ પુરી થયા પછી વધુ બે દિવસ જસ્ટિન ટ્રુડોને દિલ્હીમાં રોકાણ કરવું પડયું હતું. સુરક્ષાના કારણોસર ટુડોને સૈન્ય વિમાનમાં સફર કરવાની ફરજ પડે છે.