ટોરોન્ટોઃ પવિત્ર રમજાન માસના આરંભ પહેલા કેનેડાના મુસ્લિમોએ એક મોટો નિર્ણય લીધો છે. 300થી વધુ મુસ્લિમ સંગઠનોએ જાહેરાત કરી હતી કે કેનેડાની મસ્જિદોમાં તેઓ એવા સાંસદોને પ્રવેશની મંજૂરી આપશે નહીં જેમણે માનવ અધિકારોના રક્ષણ માટે કોઈ પગલાં લીધાં નથી કે ગાઝામાં ઇઝરાયલના હુમલાઓની નિંદા કરી નથી.
મુસ્લિમ સંગઠનોએ કહ્યું છે કે જ્યાં સુધી આ સાંસદો ઈઝરાયલની કાર્યવાહીની નિંદા નહીં કરે ત્યાં સુધી અમે તેમને મસ્જિદોમાં પ્રવેશ નહીં આપીએ. રમજાન માસ શરૂ થવામાં હવે થોડો જ સમય બાકી છે, ત્યારે આ નિર્ણય લેવાયો છે.