નવી દિલ્હી: ભારત સરકારે કેનેડામાં રહીને ભારતમાં ગુનાકીય પ્રવૃત્તિઓ આચરતા ગેંગસ્ટર ગોલ્ડી બરાડ અને લખબીરસિંહ લાંડાને આતંકવાદી જાહેર કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જાહેરનામા અનુસાર આ બન્ને ગેંગસ્ટર ખાલિસ્તાની આતંકી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલા છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો રાઈટ હેન્ડ કહેવાતો ગોલ્ડી બરાડ પંજાબી સિંગર સિદ્ધ મુસેવાલાના મર્ડરનો માસ્ટર માઈન્ડ માનવામાં આવે છે. જ્યારે ગેંગસ્ટર લખબીરસિંહ પાકિસ્તાનથી ભારતમાં હથિયારો અને IEDની દાણચોરીમાં સંડોવાયેલો છે.