કાચા લોખંડની ખાણમાં કરોડો કમાયેલા અોસ્ટ્રેલીયન અબજોપતિ માઇકલ રાઇટે પોતાની ખાનગી દિકરી અોલિવીયા મેડને હીરાજડીત ગીટાર અને તેની પાલતુ માછલી માટે £૧૨.૭ મિલિયન ચૂકવ્યા હતા. વેસ્ટ અોસ્ટ્રેલીયન સુપ્રિમ કોર્ટે આપેલા આદેશ મુજબ અોલીવીયા માટે ટ્રસ્ટ ફંડ બનાવાશે. જેમાં £૧.૫ મિલિયન મૂકાશે, જે રકમ તેણી ૩૦ વર્ષની થાય પછી જ તેને મળશે. કેસ ચાલ્યો તે દરમિયાન તેણે £૧.૨૬ મિલિયન ઘર માટે અને £૧૨૬,૦૦૦ ગીટાર માટે માગ્યા હોવાના અહેવાલ છે.