ભારતમાં જન્મેલા અને ઓસ્ટ્રેલિયામાં વકીલ વરુણ ઘોષે ઓસ્ટ્રેલિયન સાંસદ બનવાનું બહુમાન મેળવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયન સંસદમાં વરુણ ઘોષ ભગવદ ગીતા પર હાથ મૂકીને શપથ લીધા હતા, જે સર્વપ્રથમ ઘટના છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં સમાજ માટે નોંધપાત્ર કામ કરવા બદલ સેનેટમાં ઓસ્ટ્રેલિયન સ્ટેટના સેનેટર તરીકે વરુણ ઘોષની નિમણૂક થઈ હતી.