વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લઈ એક ચર્ચાસ્પદ ખુલાસો થયો છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે પોતાને ચીનના કટ્ટર વિરોધી ગણાવતા ટ્રમ્પની કંપનીઓને તેમના પ્રમુખપદ દરમિયાન ચીન તરફથી જ સૌથી વધુ આર્થિક ફાયદો થયો છે.
હાઉસ ડેમોક્રેટે રિપોર્ટ જાહેર કરતાં જણાવ્યું હતું કે ટ્રમ્પે પોતાને તેમજ પરિવારના સભ્યોને નાણાકીય ફાયદા માટે પદનો દુરુપયોગ કર્યો હતો. ટ્રમ્પને ભારત સહિત 20 દેશોમાંથી 78 લાખ ડોલર (લગભગ 65 કરોડ રૂપિયા) મળ્યા હતા. ચીનની આઈસીબીસી બેન્ક, હેનાન એરલાઈન્સ અને અન્ય સંસ્થાઓએ ટ્રમ્પની કંપનીઓને લગભગ 46 કરોડ રૂપિયાનો લાભ આપ્યો હતો. મતલબ કે ટ્રમ્પને મળેલા આ લાભમાંથી 71 ટકા એકલા ચીનમાંથી છે.