ટોરોન્ટોઃ અમેરિકાએ ભારતીય નાગરિક ગુપ્તા વિરુદ્ધ ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાના કાવતરાં બદલ આરોપનામું ઘડયા પછી ફરી એક વખત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની ધરતી પર માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો છે. ટ્રુડોએ કહ્યું કે અમે શરૂઆતથી જે કહી રહ્યા હતા તે જ બાબત હવે અમેરિકા પણ કહી રહ્યું છે. ભારતે અમારી વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે. ભારત સરકારે અમારી સાથે મળીને કામ કરવાની જરૂર છે, જેથી અમે આ કેસના મૂળ સુધી પહોંચી શકીએ.