સિંગાપોર: ભારતના વિદેશપ્રધાન ડો. જયશંકરે સિંગાપોરમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે પાકિસ્તાન એક ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છે. ભારત હવે આતંકવાદની સમસ્યાને નજરઅંદાજ નહીં કરે. જયશંકર નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરમાં તેમના પુસ્તક ‘વાય ઈન્ડિયા મેટર્સ’ પર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે કોઈએ તેમને પાકિસ્તાન પર સવાલ પૂછતાં તેમણે આમ કહ્યું હતું. જયશંકરે એમ પણ કહ્યું કે દરેક દેશ શાંત પડોશી ઈચ્છે છે. પાકિસ્તાનનું નામ લીધા વિના જયશંકરે કહ્યું કે સારો પાડોશી મેળવવામાં અમે થોડા કમનસીબ રહ્યા છીએ.
ચીન સાથે સંતુલન જાળવવા પ્રયાસ
ચીન સાથે ભારતના સંબંધો પર બોલતા જયશંકરે કહ્યું કે અમારા માટે સૌથી મોટો પડકાર એ છે કે ભારત અને ચીન વચ્ચે સંતુલન કેવી રીતે બનાવવું. બંને દેશ બે મોટી શક્તિઓ છે જે એકબીજાના પડોશીઓ પણ છે. બંને દેશો તેમની ક્ષમતાઓ તેમને દુનિયાથી અલગ પાડે છે.