વોશિગ્ટન: દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની મેટાનું માનવું છે કે તેના ઓનલાઇન પ્લેટફોર્મ ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર દરરોજ આશરે એક લાખ બાળકો જાતીય સતામણીનો ભોગ બની રહ્યાં છે. આ ખુલાસો ન્યૂ મેક્સિકોના એટર્ની જનરલની ઓફિસ તરફથી પાંચમી ડિસેમ્બરના દિવસે દાખલ કરવામાં આવેલા એક નવા કેસમાં કરવામાં આવ્યો હતો. કેસમાં દિગ્ગજ કંપનીના આંતરિક દસ્તાવેજ અને ચેટને આધાર બનાવાયા હતા. તેના મુજબ એપલ અને મેટાના સ્ટાફની સગીર દીકરીઓ પણ ઓનલાઇન સેક્સના ધંધાનો શિકાર થવાથી સહેજમાં બચી ગઇ છે.