માલેઃ ભારતવિરોધી અભિગમ માટે બદનામ માલદિવ્સના પ્રમુખ મુઇઝ્ઝુની સાન ઠેકાણે આવી છે. તેમણે આ વર્ષના અંતે ભારતને ચૂકવવાના થતા 40 કરોડના દેવામાં રાહત માંગી છે. ભારત ગાઢ સહયોગી તરીકે જારી રહેશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. માલદિવ્સના પ્રમુખ મુઇજ્જુએ ગયા નવેમ્બરમાં પ્રમુખપદના શપથ લીધા પછી સતત ભારતવિરોધી અને ચીનતરફી વલણ દાખવ્યું છે. તેમણે પ્રમુખપદ સંભાળ્યાના ગણતરીના કલાકોમાં ભારત પ્રત્યેનું તેમનું આકરું વલણ દર્શાવતા ભારતીય સૈનિકા ત્યાંથી પરત આવે તેના પર ભાર મૂક્યો હતો.
શ્રીલંકાએ 32 ભારતીય માછીમારોને પકડ્યા
શ્રીલંકાના નૌકાદળે તાલાઈમાન્નારના નજીકના દરિયામાં અને ઉત્તર પ્રાંતસ્થિત ડેલ્ફટના ટાપુ પાસે પોતાની જળરાશિમાં માછીમારી બદલ 32 ભારતીય માછીમારોની અટકાયત કરી છે. નૌકાદળે તાલાઈમાન્નાર નજીક સાત માછીમારો સાથે ભારતની બે હોડી જ્યારે ડેલ્ફીના ટાપુ પાસેથી અન્ય 25 ભારતીયો સાથે ત્રણ હોડી પકડી છે.