લક્ઝમબર્ગના વડા પ્રધાન ઝેવિયર બીટલે તેમના સમલૈંગિક પાર્ટનર ગૌથિઅર ડેસ્ટની સાથે ટૂંક સમયમાં લગ્ન કરશે એવું સૂત્રો કહે છે. લક્સમબર્ગમાં સમલૈંગિક લગ્ન અંગે કાયદાકીય મંજૂરી અપાયાના થોડા મહિનામાં જ આ નિર્ણય વડા પ્રધાને લીધો છે. બીટલ ૨૦૧૩માં માત્ર ૪૦ વર્ષની વયે વડા પ્રધાન બન્યા હતા. એ સમયે તેમની આ ઇચ્છાનો અણસાર તેમણે આપ્યો હતો. પરંતુ તેને સમાચારોમાં ખાસ સ્થાન મળ્યું નહોતું.
પાકિસ્તાનમાં ઝરદારી સામે રોષ, પીપીપીમાં ભંગાણઃ પાકિસ્તાનને બે વડા પ્રધાન અને એક રાષ્ટ્ર પ્રમુખ આપનાર પાકિસ્તાન પીપીલ્સ પાર્ટીમાં ભંગાણ થયું છે. પક્ષના સહઅધ્યક્ષ આસીફઅલી ઝરદારીથી નારાજ નેતાઓએ મૂળ પક્ષથી અલગ થઈને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી વકર્સ નામનો નવો પક્ષ બનાવ્યો છે. પીપીપીની સ્થાપના પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભૂટ્ટોએ ૧૯૬૭માં કરી હતી. નવા પક્ષનું નામ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (વકર્સ) રાખ્યું છે, તેના પ્રમુખપદે સફદર અબ્બાસી છે.